Avya Avya Shree Ghanshyam - Audio CD

Avya Shree Ghanshyam Aaj - Audio CD Lyrics

------------------------------------------------------

02)
એકવાર મળવા આવજો, હરિકૃષ્ણ હેતાળા,
ચરણકમળ માં અરજ કરું છું, સ્વીકારજો હે વાલા,... એકવાર.

જેવો છું હું તેવો તારો છું સંભાળ, વ્હાલા તું તો કેવો છે દિલ નો દયાળ;
દાસ ના દુઃખડા ટાળવા દોડ્યા આવો છો પગપાળા... એકવાર.

તમે મને ભૂલો પણ હું તમને નવ ભૂલું, અર્પણ કરું આ જિંદગી, અંતર રાખી ખુલ્લું,
મનમંદિર માં આવો મળશું હેત કરી મર્માળા... એકવાર.

તમે કદી થાવો જો મારા પર કુરાજી, હું તો રહું તું થી સદાય રાજી રાજી,
દાસહરિકૃષ્ણ ને હૈયે કરોને અજવાળા... એકવાર.

------------------------------------------------------

03)
નહીં મેલું રે પ્રીતમજી પ્યારા, હું તો દાસી તમારી તમે સ્વામી મારા... ટેક.
તમ કાજે રે થાશે જે થાતા, કુરબાન કર્યા છે મેં તો સો માથા... નહીં.
નહીં લાજું રે લોક તણી લાજે, કીધું તન મન તૃણસમ તમ કાજે... નહીં.
હું તો બેઠી રે ધણી તમને ધારી, માથું કુટીને રહેશે દુરીજન હરિ.. નહીં.
શું કરશે દુરીજનયા પાજી, પ્રેમાનંદના સ્વામીને રાખીશ રાજી... નહીં.

------------------------------------------------------

04)
નાથના નેણમાં, વાલાના વેણમાં, કાનના કેણમાં, મનડું વેંધાણું છે મારું રે... ટેક.
ભરવાને પાણી, જાતી'તી હું જાણી, લાલમાં લોભાણી રે... નાથ. ૧
હસીને બોલાવી, મુને લલચાવી, ઉભા પાસે આવી રે... નાથ. ૨
આંખ્યું જાદુગરી, પ્રેમની પટારી, કાનની કટારી રે... નાથ. ૩
દેવાનંદ ભાળી, વાલો વનમાળી, મુરતિ રૂપાળી રે... નાથ. ૪

------------------------------------------------------

05)
વાલા તારી મૂર્તિ ને સંભારું, મુખ જોઈ મનડું મોહ્યું તું માં મારું,

મૂર્તિ સોહામણી રે મળી ચિંતામણી રે, મદન લજામણી રે, સોભા તુજ તણી રે,
સૌ ને ગમે મનમાં રમે મૂર્તિ તારી પ્યારી પ્યારી... વાલા.

મનનો માણીગર તું, સુખ નો સાગર તું, પરથી પર પણ તું, મારે રેવાનું ઘર તું,
મળ્યા તમે ફાવ્યા અમે નાચે અંતર જોઈ મારું કૃપા કરી આવ્યા તમે પ્રાણસુ પરવારુ... વાલા.

સર્વે નો શિરતાજ તું, અઢળક ઢળ્યો આજ તું, મારો મહારાજ તું, ગરીબ નિવાજ તું,
મોજ આપી દુઃખ કાપી કર્યા સૌને પૂરણન્યાલ હરિકૃષ્ણદાસ પર વરસાવ્યું છે વ્હાલ... વાલા.

------------------------------------------------------

06)
મુને વાલા વાલા લાગે ઘનશ્યામ કે મૂર્તિ મારા મનમા વસી,
જુવો મંદ મંદ હસે ઘનશ્યામ કે મૂર્તિ મારા મનમા વસી.

ગોરા ગોરા ગાલ જાણે ગુલાબ ના ફૂલ, આંખ્યો અણીયાળી કમળ સરખી મૃદુલ,
સૌથી ન્યારું રૂપ ઘનશ્યામ કે મૂર્તિ....

મુખડા ની ચાંદની અતિશે જ ચળકે, નમણી નાસિકા કરણ કુંડાળીયા લટકે,
લાલ હોઠ જોઈ ઘનશ્યામ કે મૂર્તિ....

ભાલે તિલક શોભે વાંકી ભ્રકુટી, મૂર્તિ નિહાળી જોગ સમાધિ છૂટી,
દાસ હરિકૃષ્ણ કહે ઘનશ્યામ કે મૂર્તિ....

------------------------------------------------------

07)
લાડકવાયા લાડ લડાવું, આવો વારી જાવું,
હૈયા ના હિંડોળે હરી હેતથી જુલાવું, આવો વારી જાવું,

તુમા સમાવું મારે જુદા ન થાવું ક્યારે, કરગરી વારે વારે કહું ના ક્યારે,
મીઠી મીઠી વાતો કરી હેતથી હસાવું, નથી પિયુ તુથી મારે વેગળા થાવું... આવો.

હો લાડ કરી પાસમાં રાખું સહવાસમાં, મુ થી દુર નાસમાં રહો મુજ વાસમાં,
સાવરિયા તારે માટે, પ્રાણ ન્યોછાવું, નથી પિયુ તુથી મારે વેગળા થાવું... આવો.

હે ઘડી ઘડી પળે પળે, મન થાય ક્યારે મળે, તારા વિના હૈયું બળે, મન મારું તુમા ભળે,
હરિકૃષ્ણદાસ કહે નિત્ય ગુણ ગાવું, નથી પિયુ તુથી મારે વેગળા થાવું... આવો.

------------------------------------------------------

08)
મારા મનના માનેલ રહો માવા પાય લાગુ, તમ ચરણે ચિત્ત અનુરાગુ, મારા...
આવા ને આવા મારે મંદિર બિરાજો, હાંરે કર જોડી ને એ વર માંગું... મારા.
તન મન ધન મારા પ્રાણ તમ પર, હાંરે વારી ફેરીને શ્યામ ત્યાગું... મારા.
પ્રાણજીવન મારા ઉર પર રાખું, હાંરે દલડાની રે દાજ ભાંગુ... મારા.
પ્રેમાનંદના નાથજી તમ સંગ, હાંરે રજની તોરે રંગ ભર જાગું... મારા.

------------------------------------------------------

09)
આવ્યો રે આવ્યો રે આવ્યો આવ્યો મહોત્સવ આવ્યો રે (૨)
ભાવ્યો રે ભાવ્યો રે ભાવ્યો ભાવ્યો ઉત્સવ મનડે ભાવ્યો રે (૨)

હે આજ ઉગ્યો સોનાનો સુરજ, આજ નાચે છે મનનો મયુર.... આવ્યો.
જેની જોતા તા રાહ, સહી દારુણ દાહ, એવા વાલા ઘનશ્યામ બીજા પુરણકામ,
હો જેનું સંભારી નામ, કંપે દેવો તમામ, એવા સર્વે ના શ્યામ આવ્યા પુરવા હામ,
આજે જાગ્યા છે ભક્તોના ભાગ્ય, આજ અલૌકિક લાભ.... આવ્યો.

હૈયે હરખું ને ગાવું, બહુ ફૂલડે વધાવું, મારું મંદિર સજાવું જાણે વસંત રેલાવું,
રૂડો રંગ પુરાવું વળી અત્તર છટાવું, વારી વારી રે જાવું મારું સર્વે ન્યોછાવું,
હોશે હોશે હું નીરખું છું નાથ, વાલા સંતો ભક્તોનો સંગાથ.... આવ્યો.

મારો વાલીડો આવ્યા, આવી અંતર ઉજાળ્યા સૌના હૈયા નચાવ્યા અતિ હેતે નવડાવ્યા,
તારી સુરત માં, મંગલ મુરત માં, આવી વૈશાખ અખાત્રીજ આ જુદી,
પ્રાણ પ્રતિષ્ઠા નો અવસર આવ્યો, દાસ હરિકૃષ્ણને ભાવ્યો... આવ્યો.

------------------------------------------------------

10)
( સોને કી છડી, રૂપે કી મશાલ, માથે મોળિયું ને, કાને કુંડળ,
જરિયાન કે જામાં, ને મોતીનકી માળા, કરમે શોભે રેશમી રૂમાલા,
કપૂર ના બાજુ, ને કપૂર ના કડા, કપૂર ના શોભે હૈયે હાર,
અને અંગોઅંગ સજીયા અલંકાર, ચિતડાના ચોર, મનડાના મોર,
રસરૂપ મૂર્તિ મહારાજાધીરાજ ઘનશ્યામ મહારાજ ને ઘણી ખમ્મા...
મારા વાલાને ઘણી ખમ્મા,
આજુ સે જુવો, બાજુ સે જુવો, નિગાહ રખો મહેરબાન. )

હે આવ્યા આવ્યા શ્રી ઘનશ્યામ આજ કે મારે આંગણીયે મારે મંદિરીયે,
હે ભલે ભલે પધાર્યા મહારાજ કે મારે આંગણીયે મારે મંદિરીયે,

ક્યારે મળશે અણસાર તમારો એમ રાત ને દાડો જોતા વાટડી,
આંખ્યો ઉઘડી ત્યાતો અંજવાળા થયા, સામે પિયુ ને જોતા પગમાહી પડી,
હે ધન્ય ધન્ય ઘડી છે આજ, કે મારે આંગણીયે મારે મંદિરીયે,

વાલીડો વરસ્યો અમ પર આજે, આવી વર્તી છે હૈયે કહી નવ જાય,
હે તનડું ભીંજાયું મારું મનડું ભીંજાયું, વર્ષા અમૃત ની મારે આંગણીયે થાય,
હે છોળ્યો ઉડે છે આનંદ ની આજ, કે મારે આંગણીયે મારે મંદિરીયે,

ઢોલ ઢબુક્યાં ને શરણાઈઓ વાગી, પિયુ પધાર્યા ની નોબત વાગી,
હૈયા હરખે સૌના મુખડા મલકે, નાથ ને જોતા પ્રિત પૂરવ ની જાગી,
હે આવ્યા હરિકૃષ્ણદાસ કે આજ, કે મારે આંગણીયે મારે મંદિરીયે,